ભરૂચ: સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી, મહાનુભાવોએ આપી હાજરી

ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહીત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો

New Update
  • સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાયા કાર્યક્રમો

  • ભરૂચ-આમોદ-અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન

  • શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન

  • મહાનુભાવોએ આપી હાજરી

  • બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો

ભરૂચ અંકલેશ્વર અને આમોદમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહત્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાનુભાવોએ હાજરી આપી હતી ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહીત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ એસ. ડી. વસાવા, ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ, કાઉન્સિલર ઈબ્રાહીમભાઈ કલકલ, શિક્ષણ સમિતિના સભ્યો ઝેનુદ્દીનભાઈ કોન્ટ્રાકટર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિધાર્થીનીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય કાર્યપાલક ઈજનેર કિશન ચોટલીયા, લાયઝન અધિકારી કનૈયા પટેલ તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 
ભરૂચના જંબુસરના  ધારાસભ્ય ડી.કે. સ્વામીની હાજરીમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આમોદ મિશ્ર શાળા નંબર એક ખાતે આંગણવાડી અને બાળ વાટિકાના બાળકોની ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ સહ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી,નગરપાલિકા સદસ્યો, શિક્ષકગણ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.