ભરૂચ : જિલ્લા ભાજપ સંગઠન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ,આવનાર સમયમાં વિવિધ મોરચાના હોદ્દેદારોની થશે નિમણુંક

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા એક મહત્વની સંકલન બેઠક યોજાઇ

New Update
  • પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

  • જિલ્લાના વિવિધ મોરચા માટે સેન્સ પ્રક્રિયા

  • જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે મળી બેઠક

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • આવનાર સમયમાં નવા હોદ્દેદારોની થશે નિમણુંક  

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં વિવિધ મોરચના હોદ્દેદારોની નિમણુંક માટે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા આજરોજ શહેરના જીએનએફસી ટાઉનશીપ ખાતેના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સંકલન બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મેહિલેપૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.આ નિરક્ષકો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સેન્સ લઈને જરૂરી રિપોર્ટ પ્રદેશ નેતૃત્વને મોકલશે.

આ બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવામંત્રી ઈશ્વરસિંહ પટેલજિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્યો રમેશ મિસ્ત્રી,અરુણસિંહ રાણા,ડી કે સ્વામીરિતેશ વસાવા,પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરવામાં આવ્યો હતો.

પ્રદેશ નિરક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે.આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી. નવી ટીમ જાહેર થયા બાદ 2025 -26ના ચૂંટણી આયોજન મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Latest Stories