ભરૂચ : ભારત વિકાસ પરિષદની સભ્ય બહેનો અને જય અંબે સ્કૂલની શિક્ષિકાઓએ પોલીસકર્મીઓના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું

ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સહિત 30થી વધુ પોલીસકર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

New Update

ભારત વિકાસ પરિષદ અને જય અંબે સ્કૂલનું આયોજન

સી’ ડિવિઝન પોલીસ મથકે રક્ષાબંધન પર્વની ઉજવણી

પીઆઇ સહિતના પોલીસકર્મીઓને હાથે રાખડી બંધાય

પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી

મોટી સંખ્યામાં બન્ને સંસ્થાઓની બહેનો ઉપસ્થિત રહી

ભારત વિકાસ પરિષદ-ભરૂચના ભૃગુભૂમિ શાખા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સી’ ડિવિઝન પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ-ભરૂચની ભૃગુભૂમિ શાખા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણીના પ્રસંગે સંસ્થાના પ્રમુખ કનુ પરમારપરેશ લાડભાસ્કર પટેલઅનંતા આચાર્યરૂપલ જોષી સહિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય મેઘના ટંડેલસિમી વાઘવાનેન્સી ચોક્સી સહિત 10થી વધુ શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા..

જ્યાં ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સહિત 30થી વધુ પોલીસકર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. દિવસ-રાત ખડેપગે નાગરિકોની સુરક્ષા કરતા પોલીસકર્મીઓનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બહેનોએ આ અવસરે વિશેષ પ્રાર્થના પણ કરી હતી.

 

Latest Stories