New Update
ભરૂચમાં સ્થાનિકોનો વિરોધ
માર્ગની ચાલી રહી છે કામગીરી
કામગીરી મંદગતિએ કામગીરી ચાલતી હોવાના આક્ષેપ
ઉડતી ધૂળના કારણે લોકોમાં રોષ
કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ
ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલી રોડ કામગીરી મંદગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી કામ પૂર્ણ ન થતાં વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડની કામગીરી મંથર ગતિએ ચાલતા માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.
સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે શહેર વિસ્તારની સરખામણીએ ગામડાંઓના રસ્તા વધુ સારા છે. તંત્રની બેદરકારી સામે લોકોએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.ખાસ કરીને સ્કૂલ વાહનો માટે આ બિસ્માર રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે. ઉડતી ધૂળ અને ઊબડખાબડ માર્ગને કારણે અકસ્માતનો ભય ફેલાયો છે.
Latest Stories