New Update
ભરૂચમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઇ
દક્ષિણ ઝોન સમિતિની બેઠક યોજાઇ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક રહ્યા હાજર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત
આગેવાનોએ ભાજપ પર કર્યા પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, AICCના સભ્ય મુમતાઝ પટેલ,શૈલેષ પરમાર, કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુક ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્ય સાથે આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી અને સંગઠનને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી.બેઠક બાદ કોંગ્રેસના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અતિવૃષ્ટિથી ખેડૂતોને વ્યાપક નુકસાન, બિસ્માર માર્ગો અને ઔદ્યોગિક પ્રદૂષણ સહિતની બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ તરફ રાજ્યમાં બનેલા દુષ્કર્મના બનાવો અંગે શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં ભાજપની વિચારધારા ધરાવતા જ લોકો નીકળે છે તેઓએ યુવાનોને સલાહ આપતા જણાવ્યું હતું કે ભાજપનું ચાલ ચરિત્ર અને ચલણ જ એવું છે જેનાથી દૂર રહેવું જોઈએ
તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે પણ ભાજપ સરકારની વિવિધ નીતિઓની ટીકા કરી સરકારને લોકશાહી અને બંધારણ વિરોધી ગણાવી હતી
Latest Stories