ભરૂચ : જંબુસરમાં એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ,15 પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર

ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર, ભરૂચ, ઝઘડીયા, અંકલેશ્વર, રાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ

New Update
  • એસટી ડિવિ.ક્રેડિટ સોસાયટીની યોજાઈ ચૂંટણી

  • 15 પૈકી 3 બેઠક બિનહરીફ થઈ હતી જાહેર

  • 12 બેઠકો માટે યોજાઈ મતદાન પ્રક્રિયા

  • 800 કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું મતદાન

  • 6 મે મંગળવારના રોજ પરિણામ થશે જાહેર 

ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી,કુલ 15 પૈકી 3 બેઠક બિનહરીફ જાહેર થતા 12 સીટ માટે ચૂંટણી યોજાઈ હતી. ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસરભરૂચઝઘડીયાઅંકલેશ્વરરાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ હતી. કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે બાકીની 12 બેઠકો માટે આજે  મતદાન થયું હતું.મતદાન પ્રક્રિયા દરમિયાન એસટીના કર્મચારીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.

એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી દરમિયાન વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી હતી.અંદાજે 800 જેટલા એસટી કર્મચારીઓએ મતદાનમાં ભાગ લીધો હતો.મતગણતરી 6 મે 2025ના રોજ સવારે 11:00 વાગ્યે ભરૂચ ડિવિઝન ઓફિસ ખાતે હાથ ધરવામાં આવશે.

Latest Stories