તુફાન અને તારાજી : ભારે પવન સાથે “માવઠું” આવતા રાજ્યભરમાં નુકશાન, વૃક્ષો-લગ્ન મંડપો સહિત અનેક હોર્ડિંગ્સ ધરાશાયી થયા...

ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું

New Update
  • હવામાન વિભાગ દ્વારા કરાય હતી માવઠાની આગાહી

  • સમગ્ર ગુજરાત માં ગતરોજ આવ્યું હતું વાવાઝોડું

  • ભારે પવન સાથે વરસ્યો હતો કમોસમી વરસાદ

  • રાજ્યમાં ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા

  • વૃક્ષો-લગ્ન મંડપો સહિત અનેક હોર્ડિંગ્સ ધરાશાયી થયા

  • કેરી સહિતના વિવિધ પાકોને પણ થયું છે મોટું નુકશાન

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગતરોજ વાવાઝોડા બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં સાઇકલોનિક એર સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
તો બીજી તરફ, મોટા મોટા હોર્ડિંગ્સ તેમજ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં કેટલાક મંડપો પણ ઉડ્યા હતા. જેના કારણે લોકોને લાખોનું નુકશાન થવા પામ્યું છે. આ તરફ, કમોસમી માવઠું આવતા ખેતીને પણ મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે સમગ્ર રાજ્યમાં કેરી સહિતના વિવિધ પાકોમાં નુકશાન થતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: મહોરમના પર્વને લઇ તાજીયાના રૂટ પર પોલીસનું ચેકીંગ, જાહેરનામાં ભંગના 20 કેસ કરાયા

ભરૂચમાં મહોરમ તહેવારને લઈને એસઓજીની ટીમે તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગ તેમજ મકાન ભાડુઆત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ

New Update
MixCollage-06-Jul-2025-09-15-AM-784

ભરૂચમાં મહોરમ તહેવારને લઈને એસઓજીની ટીમે તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગ તેમજ મકાન ભાડુઆત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરના વિવિધ જાહેરનામાં બહાર પાડવામાં આવતા હોય છે.

જે અનુસંધાને અસમાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાન રાખીને અસામાજિક પ્રવુત્તિને અંજામ આપવામાં આવે છે. જેને અંકુશમાં લાવવા માટે અને તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગની કામગીરી ભરૂચ એસઓજી ટીમે હાથ ધરી હતી. જેમાં કેટલાક ઇસમોને મકાન-દુકાન ભાડે આપી તેનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહિ કરતા માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં માલિકોએ મકાન-દુકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરાવવા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 20 ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.