અંકલેશ્વર: ગાર્ડનસીટીમાં રખડતા શ્વાનનો આતંક, સ્થાનિકોમાં ભયનો માહોલ

અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું

New Update
  • અંકલેશ્વરમાં શ્વાનનો આતંક

  • અનેક લોકોને ભર્યા બચકા

  • સ્થાનિકોમાં ભયનો માહોલ

  • જીવદયા પ્રેમીઓનો વિરોધ

  • મામલો પોલીસ મથકે પહોંચ્યો

અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનોના જૂથ દેખાતા હોવાથી બાળકો અને મહિલાઓને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
શ્વાન કરડવાના નાનાં–મોટાં બનાવો  બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ વણસતાં કેટલાક લોકોએ ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા. આ પગલું સામે આવતાં જ જીવદયાપ્રેમીઓએ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો.
બંને પક્ષોમાં વાદ–વિવાદ ઉગ્ર બનતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories