અંકલેશ્વર: સ્કૂલ પાર્કિંગમાંથી વિદ્યાર્થિનીની સાયકલ ચોરી, ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી

New Update
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગુપ્તા જોતી શ્યામની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી હતી.
વિદ્યાર્થિનીએ સવારે સાયકલ સ્કૂલ પાર્કિંગમાં મૂકીને ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બપોરે છૂટવાના સમયે સાયકલ મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં એક અજાણ્યો શખ્સ પાર્કિંગમાંથી સાયકલ લઈને જતા કેદ થયો છે.હાલ સ્કૂલ સંચાલન દ્વારા CCTV ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા પ્રયાસો ચાલુ કર્યા છે અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
Latest Stories