ઝઘડિયાની આદર્શ નિવાસી કન્યા શાળા NCC ધો.10ની વિદ્યાર્થીઓએ સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ-  અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

New Update
IMG-20240706-WA0073

એકતાનગર ખાતેCombined Annual Training Camp CATC- (સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર )માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શાળાના શિક્ષિકા તેમજ સહયોગી એનસીસી ઓફિસર શ્રીમતી કોમલબેન ગજેરા ના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આદર્શ નિવાસી કન્યા શાળા ઝઘડિયાની એનસીસી ધોરણ- ૧૦ ની પણ ૨૪ જેટલી વિદ્યાર્થીનીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ ઈવેન્ટની સ્પર્ધાઓમાં ડ્રીલ તેમજ ખોખો માં પ્રથમ ક્રમેરસ્સાખેંચ સ્પર્ધા માં દ્વિતીય ક્રમેગૃપ ડાન્સમાં પ્રોત્સાહક ઇનામ આ દીકરીઓએ મેળવ્યા હતા. આ ઈવેન્ટ દરમ્યાનCATC- 208 ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી ભરૂચ જિલ્લા નું તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિ બદલ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ ભરૂચશાળાના આચાર્ય તેમજ શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા.