અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા

  • સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજાયો કાર્યક્રમ

  • સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન

  • વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પપ્પા મારા પીઠબળ વિષય પર યોજાયેલ કાર્યક્રમમાં પિતાને લગતા ગીતો નૃત્ય સ્વરૂપે રજુ કરવામાં આવ્યા હતા તથા પિતાનું પરિવારમાં મહત્વ શું છે નાટક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. 
દરેક બાળકોએ પોતાના પિતાને આજની રજૂઆતથી ભાવુક કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધોરણ- 2 ના શિક્ષકો ભારતીબેન ડોબરીયા તથા ડિમ્પલ બેન સુરમા તથા શાળાના ડાન્સ ટીચર  મનશ્રી બહેને જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories