દીકરીએ પ્રાપ્ત કરી ગૌરવવંતી સિદ્ધિ
દાદાના સ્વપ્નને સાકાર કરતી પૌત્રી
BHMS ડોક્ટર બની દાદાનું સપનું પૂર્ણ કર્યું
દીકરીએ પરિવારનું ગૌરવ વધાર્યું
બસ ડેપોમાં ક્લાર્કની દીકરી બની ડોક્ટર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહીમ રાજની દીકરી દિલસાદ રાજે BHMS ડોક્ટર બની પોતાના દાદાનું સપનું પૂર્ણ કર્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના વતની અને હાલ ભરૂચમાં રહેતા અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહીમ રાજની પુત્રીએ ડોક્ટર બની વણાકપોર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે,ડોક્ટર દિલસાદ રાજના દાદા ઇબ્રાહીમ રાજનું સપનું હતું કે તેઓની પૌત્રી ડોક્ટર બને,અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ડો. દિલસાદ રાજના પિતાએ પોતાની પુત્રીને શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવ્યો હતો. જ્યાં દિલસાદે BHMS ડોક્ટર બની પરિવારનું ગૌરવ વધાર્યું છે.
પુત્રીની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે જાકીર હુસેન રાજ અને તેમના પત્નીએ ખૂબ જ સંઘર્ષ કરી પોતાની દીકરીને શામળાજી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું.જ્યાં ડો.દિલસાદ રાજ BHMS પૂર્ણ કરી ડોક્ટર બન્યા છે,અને વણકપોર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે.