New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
હનુમાનજીની કરવામાં આવી આરાધના
અધિકારીઓ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની પાવન ઉજવણી તરીકે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે એકતા અને શાંતિનો સંદેશ વહેંચવાનો હતો.આ પ્રસંગે, પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને આસપાસના લોકો એકઠા થયા અને શ્રાવણ માસ નિમિત્તે સુંદર કાંડના સામુહિક પાઠ કર્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories