New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નગરપાલિકા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજન
સ્વચ્છોત્સવનું આયોજન કરાયું
આંબેડકર ભવન ખાતે યોજાયો કાર્યક્રમ
સ્વચ્છતા અંગે અપાયુ માર્ગદર્શન
ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ-સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છોત્સવ” કાર્યક્રમ તથા લોકકલ્યાણ મેળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે જ સામાન્ય લોકોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એસ.ડી. વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories