ભરૂચ : વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી, ક્રેઇનની મદદથી ટેન્કરને બહાર કાઢયું...

ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી.

tnkr
New Update

ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસારવડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર તરફ જઇ રહેલું એક ટેન્કર  વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું. ટેન્કર ખાબકતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતા પાલેજનબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેવરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે. તો NHAI દ્વારા ભૂખી ખાડીનું નાળુ પહોળું કરવા વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે.

#Bharuch #Gujarat #CGNews #overturned #tanker #Varediya Village
Here are a few more articles:
Read the Next Article