New Update
/connect-gujarat/media/media_files/2026/01/02/tanker-falls-2026-01-02-16-05-36.jpg)
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નં. 48 પર અકસ્માત સર્જાયો હતો. પાનોલી ઓવરબ્રિજ પરથી જઈ રહેલું એક ટેન્કર અચાનક બેકાબૂ બનતા ઓવરબ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકી ગયું હતું.
ટેન્કર કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટેન્કર ચાલકે સમયસૂચકતા દાખવી વાહનમાંથી કૂદી જતાં જીવ બચાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Latest Stories