ભરૂચ: શહેરના પ્રવેશ દ્વાર સમાન કસક ગરનાળામાં ટેમ્પો ફસાયો, ચક્કાજામના દ્રશ્યો

ભરૂચના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં ટેમ્પો ફસાય જતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા...

New Update
  • ભરૂચના કસક વિસ્તારનો બનાવ

  • કસક ગરનાળામાં ટેમ્પો ફસાયો

  • ટેમ્પો ફસાય જતા ભારે ટ્રાફિકજામ

  • ગરનાળાની બંન્ને તરફ વાહનોની કતાર

ભરૂચના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં ટેમ્પો ફસાય જતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા ભરૂચ શહેરમાં આજે ફરી એકવાર  ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઓછી ઊંચાઈના કસક ગરનાળામાં ટેમ્પો પ્રવેશતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે મુખ્ય માર્ગો પર લાંબી વાહન લાઇનો લાગી હતી.
 દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવેને નેશનલ હાઇવે ૪૮ સાથે જોડતો દહેજ બાયપાસ રોડ હાલ અંશતઃ બંધ હોવાને કારણે આ ઓલ્ટરનેટ રૂટ પર ભારે વાહનોના પ્રવેશથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.આજની ઘટનામાં એમ્બ્યુલન્સ સહિતના અનેક વાહનો ગરનાળાના બંને છેડે ફસાઈ ગયા હતા. ટ્રાફિક જામના કારણે મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
Latest Stories