અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ચક્કાજામ, 12 કી.મી.સુધી વાહનોની કતાર
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
એક્સપ્રેસ હાઇવે પર મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહી બ્રિજ પર એક લેનના રસ્તામાંથી વાહનોએ પસાર થવું પડી રહ્યું છે.
નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી
ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.
નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..