/connect-gujarat/media/media_files/Nr0z8endIvaB6RRrcGY1.jpg)
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલા 20 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર GIDC પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થઇ ગયેલ 20 મોબાઇલ ફોન જેની ફુલ કિં.રૂ. 4,00,500/- શોધી કાઢી મૂળ માલીકોને પરત કરવામાં આવ્યા હતા. અગાઉ એક માસ પહેલા પણ અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા ફુલ 17 જેટલા મોબાઇલ ફોન જેની ફુલ કિં.રૂ. 03,02,500/- શોધી કાઢી આજદિન સુધી અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા દ્વારા ફુલ 37 મોબાઇલ ફોન મૂળ માલીકોને પરત કરવામાં આવ્યા છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પો.સ.ઇ. એ.વી શિયાળીયા, એ.એસ.આઇ. સુકાભાઇ બાવાભાઇ બ.નં.૧૧૩૭, અ.હે.કો.પ્રિયંકાબેન ચંદુભાઇ બ.નં.૧૯૩૨, અ.પો.કો. ભગીરથસિંહ બળદેવસિંહ બ.નં.૦૧૬૪૦ તથા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી છે.