“તેરા તુજકો અર્પણ” : ગુમ થયેલા 20 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી અંક્લેશ્વર GIDC પોલીસ...

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, “તેરા તુજકો અર્પણ” અભિયાન 

ank police
New Update

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છેત્યારે તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલા 20 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર GIDC પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

 ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થઇ ગયેલ 20 મોબાઇલ ફોન જેની ફુલ કિં.રૂ. 4,00,500/- શોધી કાઢી મૂળ માલીકોને પરત કરવામાં આવ્યા હતા. અગાઉ એક માસ પહેલા પણ અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા ફુલ 17 જેટલા મોબાઇલ ફોન જેની ફુલ કિં.રૂ. 03,02,500/- શોધી કાઢી આજદિન સુધી અંકલેશ્વર GIDC પો.સ્ટે.ની ટીમ દ્વારા દ્વારા ફુલ 37 મોબાઇલ ફોન મૂળ માલીકોને પરત કરવામાં આવ્યા છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પો.સ.ઇ. એ.વી શિયાળીયાએ.એસ.આઇ. સુકાભાઇ બાવાભાઇ બ.નં.૧૧૩૭અ.હે.કો.પ્રિયંકાબેન ચંદુભાઇ બ.નં.૧૯૩૨અ.પો.કો. ભગીરથસિંહ બળદેવસિંહ બ.નં.૦૧૬૪૦ તથા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી છે.

#Ankleshwar #missing #GIDC police #owners #mobiles #Original
Here are a few more articles:
Read the Next Article