New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નિકલંઠેશ્વર મહાદેવ મંદિરે આયોજન
રાજપૂત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો
સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત, વિવિધ મુદ્દે કરાય ચર્ચા વિચારણા
સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો 8મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. ભરૂચ ખાતે આવેલા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો આઠમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો.
આ સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી,નરેન્દ્રસિંહ સોલંકી , નયનસિંહ બાલશ,જીતસિંહ મકવાણા, સુભાષસિંહ સોલંકી, બરવંતસિંહ ચાવડા સહિત સમાજના અગ્રણી આગેવાનો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકો સંગઠિત બની સમાજમાં વ્યાપેલા વ્યસનો તથા કુરીવાજોને દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ પ્રસંગોપાત થતા અનાવશ્યક ખર્ચમાં ઘટાડો કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા સમાજની વાડી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ સ્નેહ મિલનમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories