/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
અંકલેશ્વરના દીવા રોડનું કરાયુ નવીનીકરણ
નગરપાલિકા દ્વારા કામગીરીમાં બેદરકારીના કરાયા હતા આક્ષેપ
મહિલાઓએ જાતે જ સ્પીડ બ્રેકર પર કર્યો હતો કલર
નગર સેવા સદન આવ્યું હરકતમાં
માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી શરૂ કરાય
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રૂપિયા 28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ ક્વોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા.
સાથે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયુ ન હતું જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલરકામ કરવામાં આવ્યું હતું. આ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે દીવા રોડ પર નગર સેવા સદન દ્વારા ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે પૂર્ણ થઈ ગયા બાદ હવે સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવશે. આ અંગે નગરની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી બાકી હતી જે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/07/19/df-2025-07-19-22-25-00.jpg)