/connect-gujarat/media/media_files/2025/02/27/GANxMtfmqtRJP89ZxrN3.jpg)
અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો
ગુજરાત ધીમેધીમે એવિએશન સેક્ટરનું હબ બનતું જાય છે દિન પ્રતિદીન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રૂટસ પરની ફલાઇટોની સંખ્યા વધી રહી છે, ગુજરાતમાં નવા એરપોર્ટ બનાવવાની પણ જરૂરીયાત ઉભી થઇ છે, ત્યારે ગુજરાતમાં અંકલેશ્નવર ખાતે નવું એરપોર્ટ આકાર લઇ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે.હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પુછાયો હતો જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ફેઝ- 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી ફેઝ -1ની કામગીરી હેઠળ રેન વે બાંધકામ, એપ્રન ,જમીન સમતળની કામગીરી, ટેક્સી વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.