અંકલેશ્વર : ઉમરવાડામાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણમાં બ્યુટી પાર્લરનો કોર્ષ પૂર્ણ થતા પરીક્ષા યોજાઈ

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણના બ્યુટી પાર્લરના કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ

New Update
  • પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તાલીમ માટેનું ઉત્તમ સ્થાન 

  • બ્યુટી પાર્લરની ઉત્તમ તાલીમ મેળવતી બહેનો

  • છ મહિનાનો કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનોએ આપી પરીક્ષા

  • તાલીમાર્થી બહેનો પાર્લરનો કોર્ષ કરીને બની આત્મનિર્ભર

  • બ્યુટિશિયન પ્રિયંકા જાનીએ બહેનોને આપ્યું માર્ગદર્શન  

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણના બ્યુટી પાર્લરના કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ હતી.આ પ્રસંગે જાણીતા બ્યુટીશિયન પ્રિયંકા જાની દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા અને ફાઉન્ડર મનિન્દરસિંગ જોલીના વિચારોને અનુસરીને પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી અને અન્ય ટ્રસ્ટ્રીઓની પ્રેરણાથી પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કૌશલ્ય કેન્દ્રમાં બ્યુટી પાર્લરના કોર્ષ માટે 16 બહેનો,મહેંદી માટે 8 બહેનો સિલાઈ કામ માટે 21 બહેનો અને કોમ્પ્યુટર શિક્ષણ માટે 9 જેટલી બહેનો મળીને 54 બહેનોને તાલીમ આપવામાં આવી હતી,જેમાં  ઉત્સાહ પૂર્વક તાલીમ લીધી હતી.અને છ મહિનાનો કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ હતી.

આ પ્રસંગે અંકલેશ્વરના જાણીતા બ્યુટીશિયન પ્રિયંકા જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,અને તેઓએ બ્યુટી પાર્લરની તાલીમ મેળવનાર બહેનોને જરૂરી માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ બહેનોમાં છુપાયેલા કૌશલ્યને ઉજાગર કરવા માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી હતી.પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં બ્યુટી પાર્લરની તાલીમ આપતા ફર્જીલાબેન શેખ દ્વારા બહેનોને બ્યુટી પાર્લરમાં મેકઅપ,હેર સ્ટાઇલ સહિતના કાર્યો માટે ગુણવત્તાયુક્ત ઉત્તમ તાલીમ આપવામાં આવી હતી.  

આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીક,ઉમરવાડા ગામના સામાજિક આગેવાન બાબુ વકીલ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમમાં કોમ્પ્યુટર શિક્ષણ,મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણના કોર્સમાં હાલમાં 54 તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે.

Latest Stories