અંકલેશ્વર: ગણેશ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ, વિવિધ મુદ્દે કરાય ચર્ચા

અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેની આજરોજ પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

New Update

અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેની આજરોજ પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

દુદાળા દેવના પર્વ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેના પ્રમુખ તરીકે પ્રતીક કાયસ્થ,ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ,ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનોની વરણી કરવામાં આવી છે ત્યારે આજરોજ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ ગણેશ મંડળોએ ભાગ લીધો હતો અને તેમના તંત્ર,પોલીસ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા આવનારા દિવસોમાં ગણેશ મંડળોને લગતા પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરાશે
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.