માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે કાર્યક્રમનું આયોજન
શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળનું આયોજન
સમાજના પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો
સમારંભમાં રાજ્ય મંત્રી ઈશ્વર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
મોટી સંખ્યામાં સમાજના આગેવાનો-વિદ્યાર્થીઓની હાજરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર સમારંભનો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ નવનિયુક્ત રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમને આગળ ધપાવતા સમાજના 290 તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેષ પટેલ, પાલિકા સભ્ય સંદીપ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, શ્રી તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ પરષોત્તમ પટેલ, ઉપપ્રમુખ ભીખાભાઇ પટેલ, નરેન્દ્ર પટેલ, મહામંત્રી રમણ પટેલ, સમાજના આગેવાન જમિયતભાઈ પટેલ, સંદીપ જે. પટેલ સહિત સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.