/connect-gujarat/media/media_files/2024/12/11/k4FJYl7JEmeg1T6i4een.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અંતરિયાળ ગામોના રસ્તાઓના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની ઉપસ્થિતિમાં ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે યોજાયો હતો. જેમાં વેલુગામથી વડીયાતળાવ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત તેમજ વેલુગામથી ભાવપુરા સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેમજ સારસાથી ઉમધરા રોડ, ઉમધરાથી કાટીદરા રોડ, ઢુંડાથી ફિચવાડા સુધીના માર્ગોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.