ભરૂચ: આમોદ નજીક નર્મદા કેનાલમાં પડેલ ગાબડાનું બીજા દિવસે પણ સમારકામ નહીં, ખેતીના ઉભા પાકને નુકશાન

કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા  સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા....

New Update
  • ભરૂચના આમોદ નજીકનો બનાવ

  • નર્મદા કેનાલમાં પડ્યું હતું ગાબડું

  • કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

  • ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન

ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં પડેલ ભંગાણનું બીજા દિવસે પણ સમારકામ ન કરવામાં આવતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું જેના કારણે ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
ભરૂચના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા  સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા છે. નહેરમાં પડેલા ગાબડાં અને તૂટેલા ભાગોના કારણે અચાનક પાણી ખેતરોમાં ઘૂસી જતા તૈયાર મગનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ખેડૂતોનો મગનો પાક બસ કાપવાની તૈયારીમાં હતો, પરંતુ નહેર નિગમની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે અંદાજિત 10થી 20 એકર જેટલી જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે આર્થિક ફટકો વાગ્યો છે ત્યારે ખેડૂતોએ નહેરમાં પડેલ ગાબડાનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરી છે.આ સાથે જ નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય ચુકવવાની પણ માંગ કરી છે.
Latest Stories