New Update
ભરૂચમાં વરસાદથી થયું હતું ખેતી પાકને નુકસાન
39 હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાન
જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા
ખેડૂતોને મળશે ખેતી પાક નુકસાનીનું વળતર
વિરોધ પક્ષના આક્ષેપોને આપ્યો રદિયો
ભરૂચ જિલ્લામાં વરસેલા મુસળધાર વરસાદ અને પૂરના પાણીથી ખેતીના પાકને મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકસાની વળતર આપવામાં આવશે એવો આશાવાદ જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,તેમજ નર્મદા નદી અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.જેમાં નદી કિનારાનાં ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી.જેના કારણે ખેતીના પાક નષ્ટ થઇ જવાના પરિણામે ખેડૂતોએ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,ત્યારે રાજ્યની ભાજપ સરકાર પર ખેડૂતોને પાક નુક્સાનીના વળતર મુદ્દે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે,જે આક્ષેપોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહે રદિયો આપ્યો હતો,અને જણાવ્યું હતું કે જુલાઈ માસમાં અતિ ભારે વરસાદને પગલે 9 તાલુકામાં ખેતીના પાકને નુકસાન થયું હતું,અને ખેતી અધિકારી દ્વારા સર્વે કરીને 39 હજાર હેકટર ખેતીની જમીનમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું,નુકસાનનું વળતર મેળવવા માટે જે ખેડૂતો અરજી નથી કરી શક્યા તે તારીખ 30મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત ડિજિટલ પોર્ટલ પર અરજી કરી શકે છે,વધુમાં ઓગષ્ટમાં વાલિયા અને નેત્રંગમાં વરસાદથી વધુ તારાજી સર્જાઈ હતી,અને ખેતીમાં નુકસાન થયું હતું,અને નુક્સાનીનો સર્વે સરકાર દ્વારા મંજુર થતાની સાથેજ ડિજિટલ પોર્ટલ પણ શરૂ થઇ જ્શે તેમ મારૂતિસિંહે જણાવ્યું હતું,આ ઉપરાંત વિરોધપક્ષ સસ્તી પ્રસિદ્ધિ મેળવવવા માટે સરકાર પર ખોટા આક્ષેપ કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.
Latest Stories