ઝઘડિયા : શિક્ષક દ્વારા આદિવાસી દીકરીની છેડતીના બનાવથી ચકચાર,પોલીસ આરોપીને છાવરી રહી હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ

શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે બનાવના પડઘા પડતા સાંસદ મનસુખ વસાવાએ પીડિત યુવતીના પરિવારની મુલાકાત લીધી

author-image
By Connect Gujarat Desk
New Update
  • રાજપારડીમાં શિક્ષક બન્યો હેવાન

  • ધો.10માં અભ્યાસ કરતી સગીરાની કરી છેડતી

  • ગણિત શીખવા ઘરે બોલાવી કર્યા શારીરિક અડપલા

  • સાંસદ મનસુખ વસાવાએ લીધી પરિવારની મુલાકાત

  • સાંસદે એસપી અને પોલીસતંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ

  • પોલીસ આરોપીને છાવરી રહી હોવાના કર્યા આક્ષેપ 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે બનાવના પડઘા પડતા સાંસદ મનસુખ વસાવાએ પીડિત યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી,અને પોલીસ આરોપીને છાવરી રહી હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા.

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના એક શિક્ષકે સગીર વયની આદિવાસી વિદ્યાર્થીનીને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી તેણીના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતીરાજપારડી ખાતે રહેતા સાજીદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપારડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છેસાજીદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી હતીદાખલા શીખવવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ સગીરાના માતા-પિતાને અપશબ્દો બોલીને યુવતીને બે તમાચા માર્યા હતાઆ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજીદ હુસેન વાઝા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને બનાવની જાણ થતા છેડતીનો ભોગ બનેલી યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી,અને તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતીસાંસદે રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઇ અને ભરૂચ જિલ્લાના એસ.પી.પર ગંભીર આક્ષેપો કર્યા હતાઅને રાજ્ય ગૃહમંત્રીને પણ સવાલો કર્યા હતા.જ્યારે મનસુખ વસાવાએ પોલીસ આરોપીને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.