ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી ડેપોને ફાળવેલ નવી એસટી બસનું તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી ડેપો ખાતે ઝઘડિયાથી સુરત અને સુરતથી ફતેપુરા રૂટ ઉપર નવી એસટી બસ ફાળવવામાં આવી છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ઝઘડિયા ડેપો ખાતેથી સુરત-ફતેપુરા રૂટ પર નવી એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. જેથી મુસાફરો સારી અને સમયસર મુસાફરી કરી શકશે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/06/jhaghadiya-st-depot-2025-08-06-17-27-35.jpg)
ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ નવી એસટી બસનું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા, ડેપો મેનેજર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.