ભરૂચ: ચોમાસામાં બિસ્માર બનેલ હાંસોટથી ઓલપાડના કદરામા સુધીના માર્ગ પર તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરાય

વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
hansot
ભરૂચ જિલ્લામાં ચોમાસામાં ખરાબ હાલતમાં પહોચેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. 24 કી.મી.ના માર્ગ પર પડેલા ખાડા પુરવામાં આવી રહ્યા છે.
આ કામગીરી નેશનલ હાઇવે 64ના ભરૂચ ડિવિઝન દ્વારા હાથ ધરાઈ રહી છે. વિભાગના જણાવ્યા મુજબ, વરસાદ દરમિયાન ખરાબ હાલતમાં થઈ ગયેલા અન્ય માર્ગો પર પણ આવનારા દિવસોમાં સમારકામ હાથ ધરાશે. તંત્ર દ્વારા બિસ્માર માર્ગોનું સમારકામ કરાતા વાહનચાલકોને રાહત સાંપડશે.
Latest Stories