ભરૂચમાં વરસાદી પાણી તો ઓસરી ગયા પણ આ ગંદકી કોણ સાફ કરશે?

ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે

New Update

ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે

ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં ભરૂચના ફાટા તળાવથી કતોપોર બજાર સુધીના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો માર્ગો બિસ્માર બન્યા છે.

વરસાદી પાણી ઓસરીયાને 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવી નથી.સાફ-સફાઈ ન કરાતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે.આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે. નગર સેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે

Latest Stories