ભરૂચ: નર્મદા પરિક્રમાએ નીકળેલ અવશેષ ચૈતન્ય ગૃરુનું જુના તવરા સ્થિત મંગલમઠ ખાતે  સ્વાગત કરાયુ

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે નર્મદા પરિક્રમાએ નીકળેલ અવશેષ ચૈતન્ય ગૃરુનું ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાદા અવશેષનું સ્વાગત સન્માન કર્યું

New Update
Chaitanya Guru
રાજસ્થાન ઉદયપુર આશ્રમના મહંત અવશેષ ચૈતન્ય ગુરુ હાલ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે ત્યારે પરિક્રમા દરમિયાન અનેક સ્થળો પર દાદાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે તથા અનેક જગ્યાઓ પર દાદાના સ્વાગત અને સત્કાર પણ થઈ રહ્યા છે ત્યારે ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે મહંત ચેતનદાસ સાહેબ તથા જુના તવરા ગામના સરપંચ જાગૃતીબેન પરમાર તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાદા અવશેષનું સ્વાગત સન્માન કર્યું હતું આ સાથે જ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.
Latest Stories