અંકલેશ્વરમાં માર્ગ બન્યો બિસ્માર
નવા દીવા-આંબાવાડીને જોડતો માર્ગ બિસ્માર
માર્ગ નિર્માણના 2 જ મહિનામાં બન્યો ખખડધજ
વાહન ચાલકોમાં ભારે રોષ
ભ્રષ્ટાચારના કરવામાં આવ્યા આક્ષેપ
અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતો તેમજ તાજેતરમાં જ નવનિર્માણ કરાયેલ આર.સી.સી.રોડ બિસ્માર બનતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતા સી.સી. રોડ નવ નિર્માણના માત્ર બે માસમાં જ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી લગભગ દોઢ કિલોમીટર લાંબા માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડની હાલત શરૂઆતથી જ બિસ્માર બની ગઈ છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર માર્ગ નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. રોડ પર અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે, કાંકરી બહાર આવી રહી છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બે મહિના પણ ન થયા ત્યાં રોડની હાલત બિસ્માર બનતા સરકારી નાણાંના દુરૂપયોગ અંગે પ્રશ્નો ઉભા થયા છે.આ માર્ગ પર વાહન વ્યવહાર વધુ હોવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે,ત્યારે સ્થાનિકો માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે.