New Update
ભરૂચમાં વિકાસ કાર્યોનો ધમધમાટ
મનન આશ્રમને જોડતા માર્ગનું થશે નવીનીકરણ
રૂ.1.30 કરોડનો કરવામાં આવશે ખર્ચ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી મનન આશ્રમને જોડતા માર્ગનું રૂપિયા 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી મનન આશ્રમને જોડતા માર્ગનું રૂ.1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
આ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1400 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 700 મીટર આર.સી.સી. રોડ અને 700 મીટર ડામર રોડ નિર્માણ પામશે.
આ રોડના નિર્માણથી મનન આશ્રમ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર,નર્મદા પાર્ક સહિતના ધાર્મિક અને શૈક્ષણિક સ્થળને જોડતા માર્ગનું નવીનીકરણ થતા અનેક લોકોને તેનો લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે શૈલાબહેન પટેલ કૌશિકભાઇ પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories