SOU માર્ગ બન્યો ખખડધજ
ઝઘડિયાથી ઉમલ્લા સુધીનો માર્ગ બન્યો બિસ્માર
ખખડધજ માર્ગથી વાહન ચાલકો પરેશાન
માર્ગ પર પડ્યા છે ઠેર ઠેર ખાડા
સાંસદે સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો માટે મુશ્કેલરૂપ પરિસ્થિતિ સર્જાય છે,માર્ગ અંગેની ઉઠેલી ફરિયાદોને પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય રીતે પેચવર્ક કરવા અંગે સૂચનાઓ આપી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે રાજપારડી ચાર રસ્તા નજીક તંત્ર દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.
જે કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું હતું અને આ પેચવર્કમાં વપરાયેલ પથ્થરો કાચા હોવાનું તેઓએ જણાવ્યુંહતું.તેમજઆ અંગે યોગ્ય રજૂઆત કરીને યોગ્ય રીતે પેચવર્કની કામગીરી કરવા માટે સૂચના આપી હતી.વધુમાં સાંસદે આ માર્ગને સિક્સ લેનની મંજૂરી મળી ગઈ છે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયાથી કેવડિયાSOU માર્ગ તરીકે ઓળખાતો માર્ગ પહેલીવાર ખખડધજ નથી થયો,આ માર્ગ પર ખાડા પડવા કોઈ નવી વાત નથી,ત્યારે એક તરફ જ્યાં રોડને સિક્સ લેન બનાવવાની વાત છે તો બીજી તરફ ફોરલેન માર્ગનાં જ ઠેકાણા ન હોય સ્થાનિકો વર્તમાનમાં જે માર્ગ છે એ માર્ગ જ સારો બને તેવી માંગ કરી રહ્યા છે.