New Update
ભરૂચના પાંચબત્તી વિસ્તારનો બનાવ
શોપિંગ સેન્ટરનો દાદર ધરાશાયી
શોપિંગ સેન્ટરમાં અનેક કિલનીક આવેલા છે
નગરપાલિકાની ટીમે નિરીક્ષણ કર્યું
ભવિષ્યમાં મોટી હોનારતની શકયતા
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદરનો ભાગ ધરાશાય થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરના વ્યસ્ત પાંચબત્તી સર્કલ ખાતે આવેલ બી.જી. ટ્રેડ સેન્ટરમાં દાદર ધરાશાય થવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે વર્ષ 1987માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરીત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.
શોપિંગ સેન્ટરમાં આવેલ 2 ક્લિનિક તરફ જતો રસ્તો જોખમી બન્યો હતો.ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે.પાલિકાની વારંવારની નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.જ્યાં સુધી આ જર્જરીત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Latest Stories