ભરૂચ : ઝઘડીયાના ભાલોદ ગામે સેવ એનીમલની ટીમે 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કર્યું…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ સ્થિત મોક્ષનાથ મહાદેવ મંદીર નજીકથી 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

New Update
snake

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ સ્થિત મોક્ષનાથ મહાદેવ મંદીર નજીકથી 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

ચોમાસાની ઋતુમાં અવારનવાર સરિસૃપ જીવો જમીનમાંથી અવાર નવાર બહાર નીકડતા જોવા મળે છે. આ સાથે રહેણાક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. કેટલાક મકાનોમાં પણ આ સરીસૃપો ઘુસી જતા હોય છેત્યારે ગત રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે રેહણાક વિસ્તારમાં વરસતા વરસાદમાં 5 ફુટ લાંબો અજગર નજરે ચડ્યો હતો. અજગર દેખાવાની જાણ સ્થાનીકોને થતા અજગરને જોવા લોકો ઊમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ સેવ એનીમલની ટીમ સ્થળ પર અજગરને સલામત રીતે રેસક્યું કરવામાં અવ્યો હતો. આ ઝડપાયેલ અજગરને વન વિભાગને સોપવામાં આવ્યો હતો. જોકેરેસક્યું ટીમે જણાવ્યુ હતું કેવન વિભાગ દ્વારા અજગરને જંગલ વિસ્તારમાં નૈસર્ગીક વાતાવરણમાં મુક્ત કરવામાં આવનાર છે.