આમોદના વેપારીઓએ વિવિધ પ્રશ્નો મુદ્દે નગરપાલિકાને આવેદન પત્ર પાઠવ્યું

આમોદ નગરપાલિકાનાં સફાઇ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે

New Update
vlcsnap-2024-08-01-17h41m17s675

આમોદ નગરપાલિકાનાં સફાઇ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે

જેને લઇ સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.આ પરિસ્થિતિ સામે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે વેપારીઓ દ્વારા નગરપાલિકાને આવેનદન પત્ર પાઠવીને માંગ કરી હતી.

આમોદ નગરપાલિકાનાસફાઇ કામદારોના સમર્થનમાં આજરોજ આમોદ નગર વેપારી એસોસીએશન દ્વારા નગરપાલિકા પ્રમુખની તેમજ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં આમોદ નગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઇ કામદારોનો પ્રશ્ન વહેલી તકે હલ કરી સફાઇ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • આજે કારગીલ વિજય દિવસ

  • ભરૂચમાં યુવા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન

  • વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

આજરોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા ભાજપના ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશની સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરવામાં આવ્યા હતા.
Latest Stories