New Update
-
અંકલેશ્વરમાં ફરીએકવાર ચોરીનો બનાવ
-
કોસમડીની શ્રીધર વિલા સોસા.માં તસ્કરો ત્રાટકયા
-
મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી
-
કુલ 1.85 લાખના માલમત્તાની ચોરી
-
જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વરના કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા મનીષ પ્રસાદ વશિષ્ઠ ગોંણ અને તેઓના પત્ની ગતરોજ સવારે પોતાના ઘરના બીજા માળનો દરવાજો બંધ કરી નોકરી ઉપર ગયા હતા.જયારે તેઓના પિતા-માતા અને બહેન ઘરે હાજર હતા તે સમયે તસ્કરો મકાનના ધાબા વાટે બીજા માળે રૂમમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંગેની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાની સાથે જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories