અંકલેશ્વર : રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જ મોબાઈલ શોપમાંથી રૂ.66000ના મુદ્દામાલની ચોરીથી ચકચાર

અંકલેશ્વરમાં આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા

New Update
  • શહેર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર

  • રેલવે સ્ટેશન પાસેની ભવાની મોબાઈલ શોપમાં ચોરી

  • પોલીસ ચોકી નજીક જ બન્યો બનાવ

  • અજાણ્યા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ

  • રૂ.66,587ના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી,અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ મોબાઈલ શોપનું પતરૂ તોડીને દુકાનમાં ચોરીને અંજામ આપીને ચોર ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા.આ ઘટના અંગેની જાણ દુકાન માલિક પ્રભુરામ દ્વારા શહેર ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અને ડિવિઝન પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય હતી. આ ઉપરાંત પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડની પણ મદદ લીધી હતી.શહેર A ડિવિઝન પોલીસે જુદી જુદી કંપનીના 12 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 66,587ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

#Ankleshwar police #Ankleshwar News #Mobile Chori #Mobile Shop #મોબાઈલ શોપ
Latest Stories