New Update
અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ શક્તિ નગર સોસાયટીમાં રહેતા સંદીપ જેરામભાઈ વાઘેલા ગતરોજ સવારે ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની સેન્ટગોબેન કંપનીમાં નોકરી ઉપર ગયા હતા.અને તેઓના બહેન ઘરે હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories