આજે વેલેન્ટાઈન ડે: હૈયાની વાત હોઠ પર લાવવા ફૂલ બન્યા સહારો,ફૂલ બજારમાં તેજી

આજરોજ વેલેન્ટાઈન ડે નિમિત્તે ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ અવનવા ફૂલની ખરીદી કરી હતી અને આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

New Update
  • આજે તારીખ 14 ફેબ્રુઆરી

  • વેલેન્ટાઇન ડેની ઉજવણી

  • પ્રેમી પંખીડાઓએ વિશેષ દિવસ ઉજવ્યો

  • ફૂલ બજારમાં તેજીનો માહોલ

  • લોકોએ ફૂલની કરી ખરીદી

આજરોજ વેલેન્ટાઈન ડે નિમિત્તે ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ અવનવા ફૂલની ખરીદી કરી હતી અને આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે. માન્યતા છે કે, આ દિવસે લોકો દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમને પ્રેમ કરે છે. આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલો અને તેમાંય ગુલાબથી વધુ આદર્શ માધ્યમ બીજું કોઈ જ નથી. આથી સવારથી કોલેજના યુવક-યુવતીઓ અને દંપતીઓ ફૂલોની ખરીદી કરતા હોય છે. જેને કારણે ફૂલોના અને ખાસ કરીને ગુલાબના ભાવ આસમાને પહોંચી જાય છે.

ફૂલોમાં પણ હવે વિવિધ વેરાઇટિઝ જોવા મળી રહી છે.ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા મહેશભાઈ વેલેન્ટાઇન ડે પર ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે તેમને પોતે પણ પ્રેમલગ્ન કર્યા છે અને અવનવા ફૂલ વેચી વેલેન્ટાઈન ડે ઉજવે છે.જો કે પહેલાની સરખામણીએ ફુલના વેચાણમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

Latest Stories