ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ પૂજન કરી ટાઢુ ભોજન આરોગ્યુ

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

New Update

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે.જેમાં સૌભાગ્યવતિ સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરે છે.આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમ્યાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે 
અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલ ગાયત્રી માતાના મંદિરે પણ શીતળા સાતમના પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી
કરવામાં આવી હતી.મહિલાઓએ ભક્તિભાવ પૂર્વક શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે આજરોજ શીતળા સાતમ નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ શીતળા માતાને દૂધ,જળ, મરી, અને ફૂલ અર્પણ કર્યા હતા અને ઠંડુ ભોજન આરોગ્યું હતું.
#Bharuch #Gujarat #Worship #Mataji #Womens #Significance of Shitala Satam
Here are a few more articles:
Read the Next Article