અંકલેશ્વર નજીક NH 48  પર ફરી ટ્રાફિકજામ, મુસાફરો ત્રાસી ઉઠ્યા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફિકજામની સમસ્યા હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી ટ્રાફિકજામ જોવા મળ્યો

New Update
traffic
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફિકજામની સમસ્યા હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે.
ભારે વાહનવ્યવહાર અને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક-ટેન્કરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે.ટ્રાફિકજામને કારણે મુસાફરો તેમજ દૈનિક આવન-જાવન કરતા લોકો ત્રાસી ઉઠ્યા છે. અંકલેશ્વર–દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામકાજ માટે જતા કામદારોનો કિંમતી સમય બગડે છે. સુરત તરફ આવતા-જતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો તથા વાહનચાલકોની માંગ છે કે હાઇવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી મુસાફરોને રાહત મળે.
Latest Stories