અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી
ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.
નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે