New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
મુમતાઝ પટેલે પિતાને કર્યા યાદ
કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મર્હુમ અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અહેમદ પટેલના દેશપ્રતિ મૂલ્યો અને સિદ્ધાંતો પર ચાલવાની કોશિશ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories