ભરૂચ : આમોદમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાય, સીરામીક પાઉડરની આડમાં થતો હતો દારૂનો સપ્લાય

પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી  સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો

New Update
  • વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • ટ્રકમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

  • સીરામીક પાવડરની આડમાં દારૂનો સપ્લાય

  • રાજસ્થાનથી પુણે જતી હતી ટ્રક

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ 

ભરૂચ જિલ્લાના આમોદમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધી હતી,જેમાં રાજસ્થાનથી સીરામીક પાવડરની આડમાં શરાબનું સપ્લાય કરવામાં આવતો હોવાનું પર્દાફાશ થયો હતો.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી  સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે કુલ 15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપીને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી. સવારે રાજસ્થાન પાસિંગની ટ્રક રોકી તપાસ કરતાં તેમાં સિરામિક પાઉડરનો થેલો વચ્ચે છુપાવેલા વિદેશી દારૂની 92 બોટલ મળી આવી હતી,જેની કિંમત 33,580 જેટલી થાય છે.

પોલીસે ત્રણ આરોપીઓની અટક કરી હતી. જેમાં સુરેશકુમાર રાજુરામ બંજારા,ઓમપ્રકાશ રતનલાલ જાટ તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા 950ત્રણ મોબાઇલ ફોન કિંમત 30,000ટ્રક કિંમત 15 લાખ સહિત કુલ 15 લાખ 64 હજાર 230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Latest Stories