ભરૂચ દહેજ રેલવે ફાટક નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગરી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ તેના વાલીવારસાની શોધખોળ શરૂ કરી

New Update
Goods Train

ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગરી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતા સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાની સાથે જ રેલવે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ તેના વાલીવારસાની શોધખોળ શરૂ કરી છે. ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા ઈસમનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Latest Stories